Homeધાર્મિકમંગળ અને બુધનો મકરમાં...

મંગળ અને બુધનો મકરમાં પ્રવેશ કોને ફળશે?

આ પખવાડિયામાં મંગળ મહારાજ અને બુધ મહારાજ મકરમાં પ્રવેશ કરશે જેથી મકરમાં સૂર્ય મંગળ બુધની યુતિ રચાશે અને મંગળ મહારાજ ઉચ્ચના બનશે. ગોચર ગ્રહોની રાશિ મુજબ અસર જોઈએ તો…

મેષ (અ. લ. ઈ) : ઉચ્ચના મંગળ મહારાજ દશમે તમારી પ્રવૃત્તિને વેગ આપનારા બને છે. તમે તમારી શારીરિક બાબતોમાં પણ જાગ્રત થઈ શકશો. નોકરિયાતવર્ગને આ સમયમાં વિશેષ લાભ થશે.

તમે તમારી પ્રતિભાથી આગળ આવી શકશો.

વૃષભ (બ. વ. ઉ) : ભાગ્ય સાથ આપતું જણાય. ઘણા સમયથી અટકેલાં કાર્યને પૂર્ણ કરી શકો. વડીલો તરફથી વિશેષ મદદ મળી રહે. દાન-ધર્મ કરવાથી કામને વેગ મળશે અને નસીબ આડેના અંતરાયો દૂર કરી શકશો. વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય શુભ રહે.

મિથુન (ક. છ. ઘ) : તમારાં રોજિંદાં કાર્યોમાં નોંધપાત્ર ફેરફાર આવશે. જીવનમાં ઘણું પરિવર્તન અનુભવશો. કોઈ કોઈ કાર્યમાં નિરાશા હાથ લાગશે, પરંતુ તમારા માટે ભવિષ્યનો નકશો તૈયાર થઇ રહ્યો છે તે યાદ રાખજો, સમય તમારી કસોટી લઈ રહ્યો છે.

કર્ક (ડ. હ) : દાંપત્યજીવનમાં અને જાહેરજીવનમાં ઘણા સારા અનુભવ થાય, તમે અગાઉ કરેલાં કાર્યોનાં સારાં પરિણામ પ્રાપ્ત કરી શકો, વ્યસનથી આ સમયમાં દૂર રહેવા સલાહ છે વળી મુખ્ય સ્થાન છોડી બહુ દૂર ન જવા સલાહ છે.

સિંહ (મ. ટ) : તમે કોઈ લોન લીધી હોય તો ભરપાઈ કરવામાં વિશેષ કાળજી લેવી પડશે, કેટલાક હિતશત્રુઓ તમારી પ્રતિષ્ઠાને ઝાંખપ લગાવવા પ્રયત્ન કરી રહ્યા છે. તમારા કાર્યક્ષેત્રમાં પણ તમારા શત્રુઓ ઊભા થાય છે તેની કાળજી લેવી જરૂરી છે.

કન્યા (પ. ઠ. ણ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્રથી મુલાકાત થાય. મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો. વિદ્યાર્થીવર્ગ માટે પણ સમય ઘણો શુભ કહી શકાય, વિદેશ જવા ઇચ્છતા મિત્રોને પણ સમય સારો રહે, એકંદરે શુભ બાબતો બનતી જોવા મળે.

તુલા (ર. ત) : કોર્ટ-કચેરીના પ્રશ્નો ઉકેલી શકશો, નવી પ્રોપર્ટી માટે વિચારી શકો, જમીન મકાન વાહનસુખ સારું રહે, સુખ-શાંતિનો અનુભવ થાય. પરિવાર અને કુટુંબ માટે સમય ફાળવી શકો. નવી વસ્તુની ખરીદી કરી શકો, સમય ઘણો સારો રહે.

વૃશ્ચિક (ન. ય) : તમારી પ્રતિભા અને કૌશલ્ય બતાવી શકો, તમારા કાર્યની સરાહના થાય. આ સમયમાં યશ, પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, પરંતુ તમારે હકારાત્મક રીતે આગળ વધવું પડશે. કોઈ બાબતને નેગેટિવ લઈ આગળ વધશો તો નુકસાન થશે!

ધન (ધ. ભ. ફ. ઢ) : આર્થિક બાબતોમાં સારું રહે, ઉછીનાં આપેલાં નાણાં પરત આવી શકે, બેન્ક બેલેન્સ વધારી શકો. ઘર-પરિવાર બાબતે કામકાજ કરી શકો. તમારાં યોગ્ય વાણી-વર્તનથી વ્યવસાય ક્ષેત્રે પણ લાભ થાય, ઉચ્ચ અભ્યાસ કરતા મિત્રોને પણ સારું રહે.

મકર (ખ. જ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય. તમારી ઓરામાં એક દિવ્યતા આવતી જોવા મળે. લોકો તમારી વાતનું સમર્થન કરે. સ્ત્રીવર્ગ માટે આ સમય ઘણો શુભ છે. વેપારીવર્ગને ખરીદ-વેચાણમાં લાભ થાય. વિદ્યાર્થીવર્ગને મહેનતનું સારું પરિણામ મળે!

કુંભ (ગ. સ. શ) : કેટલાક પ્રોજેક્ટમાં તમને પીછેહઠ થતી જોવા મળે, વિના કારણ નુકસાની વેઠવાનો વખત આવે. ભાગીદારીમાં કામ કરતા મિત્રોએ સમજીને ચાલવું પડે. અનિદ્રાનો પ્રશ્ન ક્યારેક રહે અને મિત્રવર્તુળ માટે કામકાજમાં દોડધામ રહે.

મીન (દ. ચ. ઝ. થ) : આવકના નવા સ્ત્રોત ઊભા કરી શકો. આર્થિક બાબતોમાં સારું રહે. આકસ્મિક લાભ થાય અને આગળ વધવાની તક મળે. ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને જેથી યશ, પ્રતિષ્ઠા, પૈસા, પદ પ્રાપ્ત થાય. એકંદરે સમય શુભ રહે .

Most Popular

More from Author

‘બ્યુટીફૂલ ડિયર’ જેવા લેખ લખું છું.😅😝😂😜🤣🤪

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

મોટુ કમરનાં દુઃખાવાને કારણે પરેશાન હતો.😅😝😂😜🤣🤪

પત્ની : જો હું દુનિયામાં જ નહીં રહું,તો તમે કેટલા દિવસ...

ફરજ😜🤣

કર્મચારી : સર, ઘણો વરસાદ પડી રહ્યો છે,શું આજે ઓફિસ આવવાનું...

હું એવું જ કરું છું પણ કોઈ અસર દેખાતી નથી.😅😝😂😜🤣🤪

એક લગ્નમાં બે મહિલાઓએક બીજાની ખુબ જ કાળજી રાખી રહી હતી,જો...

Read Now

‘બ્યુટીફૂલ ડિયર’ જેવા લેખ લખું છું.😅😝😂😜🤣🤪

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ : બરાબર છું.પત્ની : મારી યાદ આવે તો શું કરો છો તમે?પતિ : તારી મનપસંદ આઈસ્ક્રીમ કે,તારી મનપસંદ ચોકલેટ ખાઈ લવ છું, અનેજ્યારે તને મારી યાદ આવે ત્યારે તું શું કરે છે?પત્ની : હું પણ,એક ક્વા-ટર અને...

આઇપીએલ 2024 : કોલકાતા નાઇટ રાઇડર્સના હર્ષિત રાણાની મેચ ફીમાં 60 ટકા ઘટાડો, જાણો કેમ

આઈપીએલ 2024 (ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024) માં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) એ શનિવારે (24 માર્ચ) ફાસ્ટ બોલર હર્ષિત રાણાની શાનદાર બોલિંગની મદદથી કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં સનરાઇઝર્સ હૈદરાબાદને ચાર રનથી પરાજય આપ્યો હતો. કેકેઆરના આ હીરોને આઈપીએલની આચારસંહિતાનો ભંગ કરવા બદલ તેની મેચ ફીના 60 ટકા દંડ ફટકારવામાં...

મોટુ કમરનાં દુઃખાવાને કારણે પરેશાન હતો.😅😝😂😜🤣🤪

પત્ની : જો હું દુનિયામાં જ નહીં રહું,તો તમે કેટલા દિવસ પછી બીજા લગન કરશો? પતિ : મોંઘવારીનો જમાનો છે,માટે એ જ પ્રયત્ન કરીશ કે,ચોથા દિવસે જ તારી વિધિની સાથે-સાથેલગ્નનું રિસેપ્શન એક્જ્સ્ટ થઈ જાય.😅😝😂😜🤣🤪 મોટુ કમરનાં દુઃખાવાને કારણે પરેશાન હતો.પતલુ : કેમ છે ભાઈ?મોટુ : ભાઈ હું રોજ 100...