Homeક્રિકેટઆઇપીએલ 2024 : કોલકાતા...

આઇપીએલ 2024 : કોલકાતા નાઇટ રાઇડર્સના હર્ષિત રાણાની મેચ ફીમાં 60 ટકા ઘટાડો, જાણો કેમ

આઈપીએલ 2024 (ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024) માં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) એ શનિવારે (24 માર્ચ) ફાસ્ટ બોલર હર્ષિત રાણાની શાનદાર બોલિંગની મદદથી કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં સનરાઇઝર્સ હૈદરાબાદને ચાર રનથી પરાજય આપ્યો હતો. કેકેઆરના આ હીરોને આઈપીએલની આચારસંહિતાનો ભંગ કરવા બદલ તેની મેચ ફીના 60 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.

રાણાએ મેચની અંતિમ ઓવરમાં 13 રનનો બચાવ કરતાં માત્ર આઠ રન આપ્યા હતા અને બે વિકેટ ઝડપીને પોતાની ટીમને રોમાંચક જીત અપાવી હતી. રાણાએ આઇપીએલ ની આચારસંહિતાની કલમ 2.5 હેઠળ લેવલ-1ની બે ભૂલ કરી હતી. તે સંબંધિત બે ભૂલ બદલ તેની મેચ ફીની 10 ટકા અને 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો. રાણાએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને મેચ રેફરીની પેનલ્ટી સ્વીકારી હતી. મેચ રેફરીનો આચારસંહિતાના લેવલ-1ના ભંગ અંગેનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે.

હર્ષિત રાણા એ મયંકને આપી ફ્લાઈંગ કિસ

હર્ષિત રાણા એ 20મી ઓવરમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે મેચ દરમિયાન તે સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેનો સાથે ઘણી વખત ઘર્ષણ કર્યું હતુ. અંતિમ ઓવરમાં મયંક અગ્રવાલ અને હેનરિચ ક્લાસેનને આઉટ કર્યા બાદ તેણે કરેલા સેલિબ્રેશનને કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. રાણાને પાવરપ્લેમાં અગાઉની ઓવરમાં એક સિક્સર અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. તેણે મયંક અગ્રવાલને આઉટ કરીને અભિષેક શર્મા સાથેની 60 રનની ભાગીદારી તોડી હતી. તેણે મયંકને ફ્લાઈંગ કિસ આપી. અગ્રવાલે પણ પેવેલિયન તરફ જતા રાણા સામે જોયું હતું.

સુનીલ ગાવસ્કરે હર્ષિત રાણાની ટીકા કરી

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે હર્ષિત રાણાના આવા સેલિબ્રેશન બદલ ટીકા કરી હતી. એણે એવું ન કરવું જોઈતું હતું. જ્યારે તે સિક્સર ફટકારી રહ્યો હતો ત્યારે શું બેટ્સમેને તેની સાથે આવું કંઈક કર્યું હતું? આ હરકત વગર પણ ક્રિકેટ રમી શકાય છે. મને લાગે છે કે આ ટેલિવિઝનનો યુગ છે. તમારા ખેલાડીઓ સાથે ઉજવણી કરો, પણ વિરોધી ટીમના ખેલાડીની સામે આવું કામ કરવાની જરુર નથી.

Most Popular

More from Author

‘બ્યુટીફૂલ ડિયર’ જેવા લેખ લખું છું.😅😝😂😜🤣🤪

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

મોટુ કમરનાં દુઃખાવાને કારણે પરેશાન હતો.😅😝😂😜🤣🤪

પત્ની : જો હું દુનિયામાં જ નહીં રહું,તો તમે કેટલા દિવસ...

ફરજ😜🤣

કર્મચારી : સર, ઘણો વરસાદ પડી રહ્યો છે,શું આજે ઓફિસ આવવાનું...

હું એવું જ કરું છું પણ કોઈ અસર દેખાતી નથી.😅😝😂😜🤣🤪

એક લગ્નમાં બે મહિલાઓએક બીજાની ખુબ જ કાળજી રાખી રહી હતી,જો...

Read Now

‘બ્યુટીફૂલ ડિયર’ જેવા લેખ લખું છું.😅😝😂😜🤣🤪

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ : બરાબર છું.પત્ની : મારી યાદ આવે તો શું કરો છો તમે?પતિ : તારી મનપસંદ આઈસ્ક્રીમ કે,તારી મનપસંદ ચોકલેટ ખાઈ લવ છું, અનેજ્યારે તને મારી યાદ આવે ત્યારે તું શું કરે છે?પત્ની : હું પણ,એક ક્વા-ટર અને...

મોટુ કમરનાં દુઃખાવાને કારણે પરેશાન હતો.😅😝😂😜🤣🤪

પત્ની : જો હું દુનિયામાં જ નહીં રહું,તો તમે કેટલા દિવસ પછી બીજા લગન કરશો? પતિ : મોંઘવારીનો જમાનો છે,માટે એ જ પ્રયત્ન કરીશ કે,ચોથા દિવસે જ તારી વિધિની સાથે-સાથેલગ્નનું રિસેપ્શન એક્જ્સ્ટ થઈ જાય.😅😝😂😜🤣🤪 મોટુ કમરનાં દુઃખાવાને કારણે પરેશાન હતો.પતલુ : કેમ છે ભાઈ?મોટુ : ભાઈ હું રોજ 100...

જેલમાંથી ઘરે પહોંચતા જ Elvish Yadav શેર કરી સેલ્ફી,આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ.

Elvish Yadav Bail: એલ્વિશ યાદવે જેલમાંથી ઘરે પહોંચતાની સાથે જ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સેલ્ફી શેર કરી છે. આ વાર્તામાં એલ્વિશ પોતાનો અંગૂઠો બતાવીને કહે છે કે તે ઠીક છે. Elvish Yadav First Selfi After Bail: પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ આ દિવસોમાં...