Homeજાણવા જેવુંFamous Places To Visit...

Famous Places To Visit In Rajasthan: ફેમિલી ટ્રીપ માટે બેસ્ટ છે રાજસ્થાન, બાળકોની સાથે તમને પણ પડી જશે મજા

જ્યારે પણ તમે બાળકોની સાથે ક્યાંક બહાર ફરવા જવાનું વિચારો છો તો તેના માટે યોગ્ય પ્લાનિંગ કરવાની જરૂર હોય છે. બાળકોની સાથે બહાર જવું એટલું સરળ હોતું નથી. તમારે એવી જગ્યાને પસંદ કરવી પડે છે, જ્યાં બાળકો ભરપૂર આનંદ માણી શકે. જો તમે બાળકોની સાથે ફરવા માંગો છો તો તમારા માટે રાજસ્થાન જવું ચોક્કસપણે એક સારો આઈડિયા હશે.

રાજસ્થાન એક એવું રાજ્ય છે, જેમાં દરેક વયના લોકો પોત-પોતાની રીતે આનંદ માણી શકે છે. અહીં તમે બાળકો સાથે કેટલીક શ્રેષ્ઠ એક્ટિવિટીઝનો આનંદ માણી શકો છો. તો આજે આ લેખમાં અમે તમને આવી જ કેટલીક એક્ટિવિટીઝ વિશે જણાવી રહ્યા છીએ.

રણથંભોર નેશનલ પાર્કમાં ટાઈગર સફારી
જો તમે બાળકોની સાથે રાજસ્થાન જઈ રહ્યા છો અને તેમને એક અલગ એક્સપીરિયન્સ આપવા માંગો છો, તો તમે રણથંભોર નેશનલ પાર્કમાં ટાઈગર સફારી કરો. રણથંભોર નેશનલ પાર્કનું મુખ્ય આકર્ષણ બંગાળના વાઘ છે. ટાઈગર સફારી કરતી વખતે તમે તેમને તેમના કુદરતી રહેઠાણમાં જોઈ શકો છો. આ ઉપરાંત બાળકો અહીં વાંદરા, હરણ, મોર, મગર અને વિવિધ પ્રકારના પક્ષીઓને પણ જોઈ શકે છે. સાથે જ રસ્તામાં તમે પ્રખ્યાત રણથંભોર કિલ્લાની મુલાકાત લઈ શકો છો, જેને 10મી સદીમાં બનાવવામાં આવ્યો હતો.

કેવલાદેવ નેશનલ પાર્કમાં બર્ડ વોચિંગ
કેવલાદેવ નેશનલ પાર્ક રાજસ્થાનનું પ્રખ્યાત પક્ષી અભયારણ્ય છે. તે ભરતપુરમાં આવેલું છે. આ નેશનલ પાર્ક વિવિધ પ્રજાતિઓનું પક્ષીઓનું ઘર છે. આ નેશનલ પાર્કમાં બાળકો પક્ષીઓની લગભગ 230 પ્રજાતિના જોઈ શકે છે. આ રીતે એક જ જગ્યાએ આટલા બધા પક્ષીઓનો પોતાનો અનોખો જ આનંદ હોય છે. જણાવી દઈએ કે આ વર્લ્ડ હેરિટેજ સાઈટ પણ છે. તેથી અહીં આવવાનું મહત્વ વધુ વધી જાય છે.

પિચોલા તળાવમાં બોટિંગ
પિચોલા તળાવ ઉદયપુરમાં આવેલું છે. તે ઈ.સ. 1362માં બનાવેલું એક કૃત્રિમ મીઠા પાણીનું સરોવર છે. બાળકોની સાથે આ તળાવમાં બોટિંગ કરવાનું પોતાનું એક અલગ જ મહત્વ છે. તળાવમાં બોટિંગ કરતી વખતે તમે ઉદયપુર શહેરની સુંદરતાનો આનંદ માણી શકો છો. આ ઉપરાંત તેઓ તળાવના કિનારે રમી શકે છે અને તેમના મનપસંદ નાસ્તાનો આનંદ માણી શકે છે.

કઠપૂતળીનો ખેલ
જો તમે બાળકોની સાથે રાજસ્થાન જાવ અને કઠપૂતળીનો ખેલ ન જુઓ, આવું તો બની જ ન શકે. તેને લાકડામાંથી બનાવવામાં આવે છે અને પેઈન્ટ અને કપડાંથી શણગારવામાં આવે છે. કઠપૂતળીનો ખેલ રાજસ્થાનમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. કઠપૂતળી દ્વારા રાજસ્થાનની લોકવાર્તાઓને રજૂ કરવામાં આવે છે. અહીં તમે માત્ર કઠપૂતળીઓ જ જોઈ શકતા નથી, પણ તેમને ખરીદી પણ શકો છો. બાળકોને કઠપૂતળીઓ જોવામાં ચોક્કસ આનંદ થશે.

આમેર કિલ્લામાં કરો હાથીની સવારી
આમેરનો કિલ્લો જયપુરમાં છે અને તેનું પોતાનું એક અલગ ઐતિહાસિક મહત્વ છે. જ્યારે તમે બાળકોની સાથે રાજસ્થાનમાં જાવ, તો તમારે અહીં ચોક્કસ જવું જોઈએ. જણાવી દઈએ કે, આ કિલ્લાનું નિર્માણ 16મી સદીમાં કરાવામાં આવ્યું હતું. આ કિલ્લાના ઓરડાઓ ખૂબ જ સુંદર અને અનોખા છે. આ કિલ્લાનું મુખ્ય આકર્ષણ શીશ મહેલ છે. તમારા બાળકો કિલ્લાની નીચેથી આંગણા સુધી હાથીની સવારીનો આનંદ પણ લઈ શકે છે.

Most Popular

More from Author

‘બ્યુટીફૂલ ડિયર’ જેવા લેખ લખું છું.😅😝😂😜🤣🤪

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ :...

મોટુ કમરનાં દુઃખાવાને કારણે પરેશાન હતો.😅😝😂😜🤣🤪

પત્ની : જો હું દુનિયામાં જ નહીં રહું,તો તમે કેટલા દિવસ...

ફરજ😜🤣

કર્મચારી : સર, ઘણો વરસાદ પડી રહ્યો છે,શું આજે ઓફિસ આવવાનું...

હું એવું જ કરું છું પણ કોઈ અસર દેખાતી નથી.😅😝😂😜🤣🤪

એક લગ્નમાં બે મહિલાઓએક બીજાની ખુબ જ કાળજી રાખી રહી હતી,જો...

Read Now

‘બ્યુટીફૂલ ડિયર’ જેવા લેખ લખું છું.😅😝😂😜🤣🤪

પત્નીએ પિયરમાંથી પતિને ફોન કર્યો.પત્ની : જી કેમ છો તમે?પતિ : બરાબર છું.પત્ની : મારી યાદ આવે તો શું કરો છો તમે?પતિ : તારી મનપસંદ આઈસ્ક્રીમ કે,તારી મનપસંદ ચોકલેટ ખાઈ લવ છું, અનેજ્યારે તને મારી યાદ આવે ત્યારે તું શું કરે છે?પત્ની : હું પણ,એક ક્વા-ટર અને...

આઇપીએલ 2024 : કોલકાતા નાઇટ રાઇડર્સના હર્ષિત રાણાની મેચ ફીમાં 60 ટકા ઘટાડો, જાણો કેમ

આઈપીએલ 2024 (ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024) માં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) એ શનિવારે (24 માર્ચ) ફાસ્ટ બોલર હર્ષિત રાણાની શાનદાર બોલિંગની મદદથી કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં સનરાઇઝર્સ હૈદરાબાદને ચાર રનથી પરાજય આપ્યો હતો. કેકેઆરના આ હીરોને આઈપીએલની આચારસંહિતાનો ભંગ કરવા બદલ તેની મેચ ફીના 60 ટકા દંડ ફટકારવામાં...

મોટુ કમરનાં દુઃખાવાને કારણે પરેશાન હતો.😅😝😂😜🤣🤪

પત્ની : જો હું દુનિયામાં જ નહીં રહું,તો તમે કેટલા દિવસ પછી બીજા લગન કરશો? પતિ : મોંઘવારીનો જમાનો છે,માટે એ જ પ્રયત્ન કરીશ કે,ચોથા દિવસે જ તારી વિધિની સાથે-સાથેલગ્નનું રિસેપ્શન એક્જ્સ્ટ થઈ જાય.😅😝😂😜🤣🤪 મોટુ કમરનાં દુઃખાવાને કારણે પરેશાન હતો.પતલુ : કેમ છે ભાઈ?મોટુ : ભાઈ હું રોજ 100...